જીએનએ મહેસાણા: પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ મામલે મહેસાણાની ચીફ કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને 7 વર્ષની સજા સંભળાવી છે. આ કૌભાંડમાં કુલ 22 આરોપીઓ હતા જેમાં 3ના અવસાન થયા છે.
મહેસાણા ખાતે ખૂબ ચર્ચિત સાગરદાણ કૌભાંડ મામલે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 19 આરોપીઓને મહેસાણા ચીફ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે.
મહેસાણાની દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલો જોઈએ તો મહારાષ્ટ્ર માં દુષ્કાળ વખતે સાગર દાણની કરાઈ હતી સખાવત. આ મામલે ડેરીને નુકસાન પહોચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ સામે ફરિયાદ નોંધાઇ હતી અને આ મામલે મહેસાણા ચીફ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. 19 પૈકી 15 આરોપીઓને તકસીરવાન ઠરાવ્યાં છે જ્યારે 19 પૈકી 4 અધિકારીને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. 4 અધિકારી ને અપીલ પિરિયડ સુધી 50000 ના જાત મુચરકાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા અને 13 નિયામક મંડળના સભ્ય અને બે અધિકારીને દોષિત ઠેરવ્યા છે. જેમાં સજા પામેલ આરોપીઓ સજા પામેલ આરોપી ચૌધરી વિપુલભાઈ માનસિંહભાઈ, મોદી રશ્મિકાંત કર્મચારી પૂર્વ, પટેલ પ્રથમેશભાઈ રમેશભાઈ, નિશિથ બક્ષી પૂર્વ એમ ડી, જલાબેન દેસાઉ સભ્ય, ચંદ્રિકાબેન સભ્ય, રબારી ઝેબરબેન સભ્ય, ચૌધરી જોઈતાભાઈ, પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ, રબારી કરશનભાઇ, ઠાકોર જેઠાજી, ઠાકોર વીરેન્દ્રસિંહ, ઈશ્વરભાઈ પટેલ, ચૌધરી ભગવાનભાઈ, ચૌધરી દિનેશભાઇ દલજીભાઈ છે જ્યારે શંકાનો લાભ આપીને છોડાયેલ આરોપી ઈશ્વરભાઈ પ્રભુદાસ, પ્રવીણભાઈ, બીપીનચંદ્ર મોહનલાલ, પ્રભાત ખોડાભાઇ ના નામ જાણવા મળેલ છે. સૂત્રો મુજબ જો સજા પર સ્ટે નહીં મળે તો વિપુલ ચૌધરીની ધરપકડ થઈ શકે છે. આ ઉપરાંત તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે. ચીફ કોર્ટે વિપુલ ચૌધરીને જોરદાર ઝાટકો આપ્યો છે અને ચુકાદો જાહેર કર્યો છે આશરે 22.50 કરોડનું કૌભાંડ હતું સાગરદાણનું અને કોર્ટ દ્વારા આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે.
