બિગ બોસ’ની દરેક સીઝનમાં હોસ્ટ સલમાન ખાન અલગ-અલગ અવતારમાં જોવા મળે છે. ગઈ સિઝનમાં સલમાન ખાન પાયલટ, પડોશી તથા સિંગર બન્યો હતો. આ વખતે પ્રોમો શૂટમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટર બન્યો છે. સલમાન ખાને ‘દબંગ 3’ના શૂટિંગ માટે જયપુર જતાં પહેલાં ‘બિગ બોસ’ના ચાર પ્રોમો શૂટ કર્યાં હતાં……સલમાન ખાને પ્રોમો માટે સ્ટેશન માસ્ટર જેવો આઉટફિટ પહેર્યો હતો. પ્રોમોમાં તે કેબિનમાં બેઠો છે અને નજીકથી પસાર થતી ટ્રેનના ઝટકાથી કેબિન હલતી હોય છે. સલમાન ખાને ‘બિગ બોસ 13’ના કોન્સેપ્ટ અંગે કહ્યું હતું કે ગઈ સીઝનની તુલનામાં આ સીઝન શાંત હશે…..અન્ય પ્રોમો શૂટમાં ‘નાગિન 3’ ફૅમ સુરભી જ્યોતિ તથા ટીવી એક્ટર કરન વાહી જોવા મળશે……આ વખતે ‘બિગ બોસ 13’નો સેટ મુંબઈ ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યો છે……‘બિગ બોસ 13’ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેવી ચર્ચા છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -