સલમાનના બોડીગાર્ડે પોલિટિક્સમાં કરી એન્ટ્રી

admin
1 Min Read

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે શનિવારે અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ પળોમાં રાજકીય પાર્ટીઓ વોટર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સંપૂર્ણ જોર અજમાવી રહી છે. ત્યારે બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા શિવસેનામાં શામેલ થઈ ગયો. શુક્રવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિમાં સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા શિવસેનામાં શામેલ થયો. શિવસેનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપતી તસવીર શેર કરી હતી.

આ તસવીરમાં જોઈ શકાય છે કે શેરાએ ભગવા રંગનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે જ તેના હાથમાં તલવાર છે. શિવસેનાએ તેની તસવીર શેર કરી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. શેરાને પાછલા 22 વર્ષોથી સલમાનનો સૌથી ભરોસાપાત્ર બોડીગાર્ડ મનાય છે. તેનું અસલી નામ ગુરમીત સિંહ જોલી છે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના બધા 288 વિધાનસભાની સીટો માટે એક જ ચરણમાં 21 ઓક્ટોબરે વોટ નાખવા માટે જશે. આ દિવસે જ હરિયાણામાં 90 સીટો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના ત્રણ દિવસે બાદ એટલે કે 24 ઓક્ટોબરે બંને રાજ્યોના ચૂંટણીના પરિણામ આવશે.

Share This Article