અમદાવાદની મહિલા વકીલે આ રીતે કરી નાતાલ પર્વની ઉજવણી…

admin
1 Min Read

25 મી ડિસેમ્બરની ઉજવણી દુનિયાભરમાં થઇ રહી છે, ત્યારે આ દિવસે લોકો માટે મહત્વનો અને ખાસ બની રહેતો હોય છે.  ખ્રિસ્તી ધર્મના લોકો માટે આ તહેવાર ખાસ હોય છે. સામાન્ય રીતે આ તહેવારની ઉજવણી પણ વિવિધ રીતે લોકો દ્વારા કરવામાં આવી હતી.  અમદાવાદમાં રહેતા મહિલા વકિલ રુચિતાબેને નાતાલના આ પર્વની ઉજવણીને અનોખી રીતે ઉજવીને લોકોને પણ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવાનો અનેરો સંદેશ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં ક્રિસમસના તહેવાર દરમિયાન કેટલાક ફોટો ખૂબ વાયરલ થયા હતા. આ વાયરલ ફોટો એક નવી પહેલ શીખવી જાય છે જે તમામ લોકોએ બોધ લઈ પોતે પણ કરવી જોઈએ.

ક્રિસમસ પર વાઇરલ થયેલ તસ્વીર અમદાવાદમાં રહેતા મહિલા વકીલ  રુચિતાબેનની છે જેમને નાતાલના દિવસે મોટી મોટી પાર્ટીમાં ભાગ ના લઈને એક પહેલ શરૂ કરી છે જેમાં તેમણે અમદાવાદ શહેરના ગરીબ બાળકો માટે સાન્તાક્લોઝ બનીને એમને ગિફ્ટ આપીને સમય વિતાવ્યો.

એટલુ જ નહીં જરુરીયાતમંદ બહેનોને તેમણે  સાડી પણ ગિફ્ટમાં આપી હતી. રુચિતાબેન દ્વારા કરવામાં આવેલ આ પહેલ યુવાઓની સાથે સાથે અન્ય લોકો માટે પણ પ્રેરણારુપ છે…

Share This Article