સરફરાઝને વડાપ્રધાન ઈમરાને આપી સલાહ

admin
1 Min Read

સરફરાઝને પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને કેપ્ટન પદેથી કાઠી નાખ્યા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ તેને ટકોર કરી હતી. જેમાં ઈમરાન ખાને તેને ડોમેસ્ટીક ક્રિકેટમાં ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ટી-20 ક્રિકેટથી કોઈ ખેલાડી વિશે અનુમાન ન કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને અનુમાન કરવા માટે વન ડે અને ટેસ્ટ બેસ્ટ પ્લેટ ફોર્મ છે. જો સરફરાઝે ક્રિકેટ જગતમાં ફરી વાપસી કરવી હશે તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ. મહત્વનું છે કે ગયા મહિને શ્રીલંકા વિરુધ્ધ ટી-20માં હાર મળ્યા બાદ સરફરાઝને કેપ્ટવશિપની સાથે ટીમથી પણ દૂર કરી દેવામાં આવ્યો હતો. ઈમરાન ખાને પાકિસ્તાનના કોચ અંગે જણાવતા કહ્યું કે મિસ્બાહને કોચ બનાવવાનો નિર્ણય સાચો છે, કારણ કે તે ઈમાનદાર અમે નિષ્પક્ષ વ્યક્તિ છે. સાથે જ  ખૂબ જ લાંબા સમય સુધી રમવાનો પણ તેની પાસે બહોળો અનુભવ છે. ઉલ્લેખનીય છે કે જો મિસ્બાહ નવા કોચ બનશે તો પાકિસ્તાનની ટીમ વન ડે અને ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શકે તેમ છે.

Share This Article