સાવરકુંડલા કાર નદીમાં ખાબકી

admin
1 Min Read

સાવકુંડલાથી જીરા જવાના રોડ પર આવતાં કોઝવે પરથી એક કાર નદીમાં ખાબકી ગઈ હતી. શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહના કારણે કાર તણાવા લાગી હતી. જોકે ઘટનાની જાણ ગામ લોકોને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં અને કારને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ જૂનાગઢના મેંદરડા પાસે આવેલ એક પુલ ધરાશાયી થયો હતો. સાસણ જતા માલકણા પાસે આ પુલ ધરાશાયી થયો હતો. જેને કારણે ત્રણ જેટલી કાર પુલમાં ફસાઇ ગઇ હતી જેમાં ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એકએક પૂલ તૂટી જતા ત્રણ જેટલી કાર પૂલ નીચે ફસાઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

Share This Article