ધો-12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

admin
1 Min Read

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા ધોરણ 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 25 ઓગસ્ટથી આ પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

(File Pic)

સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે ધો.12 સાયન્સની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે.

(File Pic)

દર વર્ષે આ પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવતી હોય છે. પરંતુ કોરના મહામારીને પગલે પૂરક પરીક્ષા મોડી લેવાઈ છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23થી 27 ઓગસ્ટનું શિડ્યુલ જાહેર કરાયું છે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા બે સેશનમાં લેવાશે. મહત્વનું છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાયોગિક વિષયની પરીક્ષા માટે અલગથી સૂચના બહાર પાડવામાં આવશે.

Share This Article