ફી વિવાદને લઈ શાળા સંચાલકોએ હાઈકોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું

admin
1 Min Read

રાજ્યમાં સ્કૂલ ફી વિવાદનો મુદ્દો દિવસેને દિવસે વિવાદ પકડતો જાય છે ત્યારે સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક સોંગદનામું દાખલ કર્યું છે. સ્કૂલ ફી વિવાદમાં સરકાર દ્વારા રજુ 25% માફીની ફોર્મ્યૂલાનો સંચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હાઈકોર્ટમાં આ અંગે શાળા સંચાલકોએ એક સોંગદનામું દાખલ કર્યું છે. જેની અરજી પર આવતીકાલે એટલે કે શુક્રવારે ચીફ જસ્ટિસની ખંડપીઠમાં સુનાવણી થશે.

રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામા આવી હતી કે કોરોના અને લૉકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કથળતા તમામ વિદ્યાર્થીઓની 25 ટકા સુધી ફી ઘટાડી દેવામા આવે. જેનો વિરોધ કરતા શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં સરકારની દરખાસ્તને પડકારી છે.

શાળા સંચાલકોના મત મુજબ સમગ્ર વર્ષ દરમિયાન 25% ફીનો ઘટાડો શક્ય નથી. જોકે FRCની મંજૂર ફીનો વધારો જતો કરવા સંચાલકો તૈયાર થયા છે. આ સિવાય ગત વર્ષની ફી યથાવત રાખી 5થી 12% રાહત આપવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે સંચાલકો તરફથી તમામ બાળકોની નહીં પરંતુ જરૂરિયાતમંદ-ગરીબ બાળકોની જ સંપૂર્ણ ફી માફી કરવાની દરખાસ્ત કરાઈ હતી.

Share This Article