અલકાપુરીમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયું સ્કલ્પચર

admin
1 Min Read

બાળ દિવસ નિમિત્તે વડોદરા રેલ્વે સ્ટેશનના અલકાપુરી તરફના ભાગે 34 વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 25 ફૂટ મોટા સ્કલ્પચરનું પાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં આવેલા હોબી સેન્ટર દ્વારા તેની ૫૦મી જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે તેની સાથે બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે બુધવારે રેલવે સ્ટેશનના અલકાપુરી તરફના ભાગે ૩૪ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૨૫ ફૂટ મોટા સ્કલ્પચરનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ૬૦ બાય ૪૦ ફૂટના ટ્રાફિક આઇ લેન્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા કલાકૃતિને વિરાંજલી નામ આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ સ્કલ્પચર  ધૂળ ખાઇ રહ્યા હતા. જેમને નવા રંગ રોગાણ કરી ઉદ્ઘાટન માટે તૈયાર કરી દેવામાં આવ્યા હતા. બુધવારે બાળ દિવસે સાંજે, ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મેયર જિગીષાબેન શેઠ, સ્થાયી સમિતિના ચેરમેન સતીશ પટેલ, શાસક પક્ષના નેતા કેતન ભ્રમભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, ખાનકાહે રિફાઈયાના સૈયદ કમાલુદ્દીન બાવા સાહેબ તેમજ હોબી સેન્ટરના સ્થાપક રુક્ષમણીબેન અને કાંતિ રાણાની ખાસ ઉપસ્થિતિમાં આ સ્કલ્પચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોબી સેન્ટરના બાળકો, પાલિકાના પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો સહિત નગરજનો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share This Article