વંડા ગામે કમોસમી વરસાદ, વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા

admin
1 Min Read
Farmers sowing Paddy after Monsoon Rain in Dairhi Village on the outskirts of Mohali in Punjab on Thursday, July 19 2018. Express photo by Sahil Walia

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે કમોસમી વરસાદના પવન સાથે વરસાદી ઝાંપટા પડ્યા હતા. મહત્વનુ છે કે, વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તેમજ બાજરી,  ઘઉં સહિતના ઉભા પાકમાં નુકસાન થવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. તેમજ ખેડૂતોને કેરીના પાકમાં મોટુ નુકસાન થવાની પૂરી સંભાવના છે. એમ પણ હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

તેમજ તમામ પ્રકારના ધંધા રોજગાર બંધ છે. તેવામાં ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે. લોકડાઉનના કારણે ખાતર મળવામાં પણ તકલીફ થઈ રહી છે. જેના કારણે ખેડૂતોને મહામહેનત કરવાનો વારો આવ્યો છે. તેવામાં મહેનત બાદ પણ પ્રકૃતિ રિસાઈ ગઈ છે. પહેલા પણ વાવાઝોડાના કારણે ખેડૂતોને ઘણું નુકશાન વેઠવું પડ્યું હતું, ત્યારે હાલ પણ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે કમોસમી વરસાદના પવન સાથે વરસાદી ઝાંપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

Share This Article