ભાજપના વરિષ્ઠ નેતાના ટ્વીટે ગુજરાતના રાજકારણમાં લાવી ઉથલ-પાથલ

admin
2 Min Read

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. રૂપાણી સરકાર કહી રહી છે કે, અમે કોરોનાને રોકવા માટે બધી જ તાકાત લગાવી રહ્યા છીએ પરંતુ અત્યાર સુધીનું પરિણામ નકારાત્મક જ રહ્યું છે.

ગુજરાતની વણસતી પરિસ્થિતિ અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના રોકવામાં સિસ્ટમ જ્યારે સાવ નિષ્ફળ નીવડી છે ત્યારે તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિશિપલ કમિશનર વિજય નેહરાને એકાંતવાસમાં મોકલી દેવામાં આવ્યા છે અને સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીને સ્વાસ્થ્ય વિભાગના પીઆરઓની ભૂમિકામાં સીમીત કરી દેવામાં આવ્યા છે અને ગુજરાતમાં કોરોનાને રોકવા માટે પીએમ મોદીના વિશ્વાસપાત્ર અધિકારીઓનું એક સમાંતર તંત્ર ઉભુ કરી દેવામાં આવ્યુ છે. ત્યારે હવે ફરીથી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, રૂપાણી જાય છે..

મોદી સરકારની ટીકા કરવાની હોય કે ભાજપના મોવડી મંડળને સાચું પરખાવી દેવાનું હોય ત્યારે બેઝીઝક કહી દેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ વિશે વાત કરી છે.

સ્વામીએ ટ્વિટ કરતાં કહ્યું કે કોરોના સંક્રમણના વધી રહેલાં કેસોની પરિસ્થિતિમાં સુધરી શકે તેમ છે જો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ પાછા આવે તો. અર્થાત્ સ્વામીએ કહ્યું કે જો ગુજરાતના વધી રહેલાં કોરોનાના સંકટમાંથી બચાવવું હોય તો મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલને પાછા લાવવા જોઈએ.

આ સાથે વિજય રૂપાણીની  કાર્યક્ષમતા પર સીધો પ્રશ્નાર્થ કર્યો છે. જો કે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોરોના લડતમાં નબળા પડ્યા છે અને યોગ્ય નિર્ણયો નથી લઈ શક્યા એવી ચર્ચા એ જોર પકડ્યું છે.

 

Share This Article