કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ કાયદાને લઈ હાલ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, પંજાબ, હરિયાણા, રાજસ્થાનની સાથે સાથે ગુજરાતના પણ ઘણા ખેડૂત સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો છેલ્લા 25 દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ગુજરામાં ખેડૂત આંદોલનને ધીરે ધીરે સમર્થન મળી રહ્યું છે ત્યારે પોતાના બેબાક નિવેદનો માટે જાણીના ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે અને સરકારને ચીમકી આપી છે.

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની જાહેરાતને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ ચિમકી ઉચ્ચારી છે કે, 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારે જો માંગણી નહીં સ્વીકારાય તો હું દિલ્હી રાજઘાટ ખાતે અનિશ્ચિતકાળ માટે અનશન પર ઉતરીશ. તેમણે જણાવ્યું કે, જો આ કાયદો રહેશે તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે. મહત્વનું છે કે, નવા કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા 25 દિવસથી ખેડૂતો આંદલોન પર બેઠા છે તેમ છતાં તેમના પ્રશ્નનું કોઈ સમાધાન નથી આવી રહ્યું. ત્યારે આખરે શંકરસિંહ વાઘેલા વીડિયો શેર કરીને ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે.
https://www.youtube.com/watch?v=bKO-_B5egUo&feature=youtu.be
