દારુબંધીને હટાવવા શંકરસિંહ વાઘેલાએ અપનાવ્યો નવો રસ્તો

admin
1 Min Read

ગુજરાતમાંથી દારુબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સરકાર પર ગંભીર આક્ષેપો લગાવી પોતાના આક્રમક તેવર બતાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી દારુબંધી હટાવવાના પક્ષમાં તેમણે હવે સોશિયલ મીડિયામાં અભિયાન શરુ કરી દીધુ છે. શંકરસિંહ બાપુએ હવે દારુબંધીના વિરોધનો સોશિયલ મીડિયા મારફતે નવો રસ્તો અપનાવ્યો છે.

તેમણે આ માટે અગેઈન્સ્ટ લિક્વીર બેન ચેલેન્જ હેશટેગ સાથે ટ્વિટર પર લોકોને આ અભિયાનમાં જોડાવા અને ટ્વિટ કરવા માટે આહવાન કર્યું છે. તેમણે ટ્વિટર પર ગુજરાતની જનતાને સવાલ કર્યો કે શું તમે પણ દારુબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારુબંધીના નુકસાન અને દારુબંધી હટાવવાના ફાયદા પણ ગણાવ્યા.

શંકરસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ રાજ્યની ભાજપ સરકારને ડર છે કે જો રાજ્યમાંથી દારુબંધી હટશે તો ઉપરની મલાઈ બંધ થઈ જશે. વાઘેલાએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું કે, સરકાર ખુદ પણ દારૂબંધીના હકમાં નથી માટે જ ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ વેચાઈ છે, તો નામ માત્રની દારૂબંધી રાખવાનો શું મતલબ? કે દારૂબંધી હટાવી લેવાથી ભાજપને મલાઈ બંધ થઈ જશે એ ડર છે. ત્યારે ગુજરાતની જનતાને બાપુએ ભ્રષ્ટ દારૂબંધીને હટાવવા સોશીયલ મીડિયા પર #AgainstLiquorBanChallenge સાથે પોસ્ટ કરી આ ઝુંબેશમાં જોડાવા માટે આહ્વાન કર્યુ છે.

Share This Article