માનવીએ જંગલ અને દરિયામાં જતા પહેલા હજાર વાર વિચારવું જોઈએ. અને ત્યાં આવનારી મુશ્કેલીઓ સામે લડતા પણ આવડવુ જોઈએ. આમ કરવામાં નહિ આવે તો ઘણી મુશ્કેલીમાં વ્યક્તિ પરિણમી શકે છે. સોશિયલ મીડિયા પર થયેલા આ વાયરલ વીડિયોમાં એક શાર્કએ રશિયન માણસને મોતને ઘાટ ઉતાર્યો હતો. હુરઘાડા શહેર નજીક શાર્કનો ભયાનક હુમલો કેમેરામાં કેદ થયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, અન્ય લોકો જુએ છે તેમ એક શાર્ક રશિયન માણસને મારી નાખે છે. હુરઘાડા શહેર નજીક શાર્કનો ભયાનક હુમલો કેમેરામાં કેદ થયો હતો. તાજેતરના અપડેટમાં, વિસ્તારના સ્થાનિક લોકોએ રશિયન નાગરિક પર હુમલો કરવા અને હત્યા કરવા માટે જવાબદાર શાર્કને પકડી લીધી છે. શાર્કને પકડતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નેટીઝન્સ મૂંઝવણમાં આના પર પ્રતિક્રિયા આપે છે.
Shark attack at a beach in Egypt https://t.co/EJZcOjXfxl
— Leeroy Johnson (@LeeroyPress) June 8, 2023
સમુદ્ર પ્રાણી શાર્ક પણ એક એવો જીવ છે જે તેના શિકારને પળવારમાં શિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. સમુદ્રમાં માણસો પર શાર્કના હુમલાની ઘણી ઘટનાઓ બની છે. જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, કેટલાકે હાથ-પગ ગુમાવ્યા હતા અને કેટલાકને જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના ઇજિપ્તમાં સામે આવી છે.
