શશી થરૂર અને છ વરિષ્ઠ પત્રકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી

admin
1 Min Read

કોંગ્રેસના નેતા શશિ થરૂર અને છ વરિષ્ઠ પત્રકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કરવામાં આવેલી ભ્રામક ટ્વિટ મામલે તેમની ધરપકડ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આગામી બે સપ્તાહ સુધી તેમની ધરપકડ પર રોક લગાવી છે.

સુપ્રીમ કોર્ટે આ તમામની ધરપકડ પર આગામી સુનવણી સુધી રોક વધારી છે. આ મામલે હવે બે સપ્તાહ પછી સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજની બેંચે આ મામલે દિલ્હી પોલીસ સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, હરિયાણાને પણ નોટિસ આપી છે.

આ તમામ પર ટ્રેક્ટર રેલી દરમિયાન એક પ્રદર્શનકારીના મોતને લઇને ખોટી માહિતી ટ્વિટ કરવાના આરોપમાં જુદા-જુદા રાજ્યોમાં એફઆઇઆર દાખલ કરાઇ હતી. દિલ્હી પોલીસે ધરપકડ પર રોકનો વિરોધ કર્યો હતો. કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે આ ટ્વિટ્સના લીધે થયેલા ભયંકર પ્રભાવને બતાવીશું. આ ટ્વિટર હેન્ડલ્સના લાખો ફોલોઅર્સ છે. મહત્વનું છે કે, 26મીએ ટ્રેક્ટર રેલી દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગણતંત્ર દિવસે લાલ કિલ્લ પર પણ પ્રદર્શનકારીઓએ ભારે હિંસક પ્રદર્શન કર્યા હતા.

Share This Article