શિવસેના-કંગના કોલ્ડવોર : મુંબઈ આવતા જ કંગનાને હોમ ક્વોરેન્ટાઈન કરાશે ?

admin
1 Min Read

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌટ 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છે, જે અંગેની જાહેરાત ખૂદ કંગનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. તો બીજીબાજુ શિવસેના નેતા સંજય રાઉત અને શિવસેના સાથે સંકળાયેલ અન્ય સંગઠનોએ કંગના વિરોધી અભિયાન શરુ કર્યુ છે.સોમવારે બીએમસીના અધિકારીઓએ કંગના રનૌટની ઓફિસમાં દરોડા પાડ્યા હતા.

કંગના રનૌટની પ્રોડક્શન કંપનીની ઓફિસ પર BMCએ રેઇડ પાડી છે. કંગનાએ પોતે આ માહિતી તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી. ત્યારે હવે એવી પણ માહિતી સામે આવી છે કે મુંબઈ આવતાની સાથે જ કંગનાને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી શકે છે. મુંબઈ બીએમસીના કોવિડ 19ના નિયમ મુજબ ફ્લાઈટ મારફતે મુંબઈ આવતા લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે.

કંગના રનૌટ પણ મુંબઈમાં 9 સપ્ટેમ્બરે આવી રહી છે જેથી તેને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, કંગના અને સંજય રાઉત વચ્ચેની બબાલે મોટું રૂપ ધારણ કરી દીધુ છે. બંને વચ્ચે થયેલી શાબ્દિક બોલાચાલી હવે મોટુ રૂપ લઇ રહી છે. એક તરફ કંગનાએ 9 સ્પટેમ્બરનાં મુંબઇ આવવાની જાહેરાત કરી દીધી છે તો બીજી તરફ BMC દ્વારા મુંબઇ સ્થિત તેની ઓફિસ તોડી પાડવાનો પણ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યુ છે.

Share This Article