સરકારની મંજૂરી છતાં રાજ્યના આ શહેરમાં નહીં ખુલે દુકાનો

admin
2 Min Read

દેશભરમાં દુકાનોને ખોલવા માટે મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારે પણ કેન્દ્રના નિર્ણય પર ચર્ચા વિચારણા કર્યા બાદ આ માટેની મંજૂરી આપી હતી. જોકે અમદાવાદમાં જે રીતે કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે તે જોતા અમદાવાદ વેપારી એસોસીએશન અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા વિચારણા બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે.

શહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે.

વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલ હું તેમને બિરદાવવા માગું છું.  વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે. તો બીજીબાજુ શહેરમાં  8 દિવસથી વધતા કેસમાં થયો ઘટાડો થયો છે. એક તબક્કે 3-4 દિવસનો ડબલિંગ રેટ હવે 8 દિવસ આસપાસ પહોંચ્યો છે.

હાલ અમદાવાદમાં 1712 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 1989 થઈ છે. સાવચેતીના ભાગરુપે શહેરના  નહેરુ બ્રિજ બાદ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામા આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાતે નિર્ણય લેવામા આવ્યો છે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ, જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ ચાલુ છે. અચાનક લેવાયેલા નિર્ણય ને પગલે લોકોમા મુશ્કેલી પેદા થઈ છે. કોઈ જાહેરાત વિના રસ્તો બંધ કરતા લોકો અટવાયા છે.

Share This Article