સુરતમાં ભારતીય ગૌ-રક્ષા મંચ દ્વારા અયોધ્યા મુદ્દે શાંતિ અને ભાઇચારા સાથે કોમી એકતા જાળવવા હસ્તાક્ષર અભિયાન હાથ ધરાયુ હતું. આપને જણાવી દઈએ કે, અયોધ્યામાં 2.77 એકરના રામ જન્મભૂમિ ટાઇટલ કેસમાં સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેચનો ચુકાદો ટૂંક સમયમાં આવી શકે છે અને આ વિવાદીત કેસના અંતની શરૂઆત થઈ ગઈ છે. આ ચુકાદા અગાઉ કોમી એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે વિશેષ પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ વિવાદીત કેસમાં ચુકાદો જે કાંઈ પણ આવે અમે માન્ય રાખીશુ અને સાથે રહીશું તેવા સંદેસા સાથે ભારતીય ગૌ-રક્ષા મંચ દ્વારા કમેલા દરવાજા વિસ્તારમાં હસ્તાક્ષર અભિયાનમાં શહેરના શાંતિ પ્રિય લોકોએ ભાગ લીધો હતો.
You Might Also Like
- Advertisement -  
  
Latest News
- Advertisement -  
  
