દારુના બંધાણીઓ માટે મહત્વના સમાચાર : ગુજરાતમાંથી હટશે દારુબંધી? આ કદાવર નેતાએ આપ્યું મહત્વનું નિવેદન

admin
1 Min Read

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારુબંધીને લઈ રાજ્ય સરકાર પર આકરાપ્રહાર કર્યા છે. નવસારીની મુલાકાતે પહોંચેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ગુજરાતની ભાજપ શાસિત સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી જેમાં દારુબંધી મુદ્દે તેમણે વધુ એકવાર પ્રહાર કર્યા હતા.

શંકરસિંહ વાઘેલાએ પોતાની આગવી શૈલીમાં સરકારને ઘેરતા કહ્યું કે, ઘરમાં બેસીને શાંતિથી દારૂ પીવાનો દમન જવાનું નહીં, સેલવાસ જવાનું નહીં, દીવ જવાનું નહીં. ગુજરાતમાં છૂટથી ગુણવત્તાવાળો દારૂ મળે તો પીવા વાળાને કેવા જલસા પડે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કેમિકલ યુક્ત અને હલકી ગુણવત્તાવાળા દારુના વેચાણને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા.

શંકરસિંહે આ દરમિયાન કહ્યું કે, રાજ્યમાં દારુબંધી માત્ર નામની જ છે. રોજ દારુ પકડાય છે અને લાખોનો દારુ પીવાય છે તો દારુબંધી શેની? તેમણે એ પણ જણાવ્યું કે, દારુબંધીનું નાટક કરતી આ સરકાર છે. નવી સરકારને જો તક આપવામાં આવશે તો અમે રાજ્યમાંથી દારુબંધી હટાવીશું. શંકરસિંહે કહ્યું કે દારુબંધી હટાવવી એ હવે સમયની માંગ છે, લોકોને ઘરમાં રહીને શાંતિપૂર્ણ રીતે દારુ પી શકે તેવો માહોલ બનાવવાની પણ વાત કરી. મહત્વનું છે કે આ પહેલા પણ શંકરસિંહ વાઘેલા દારુબંધીને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી ચુક્યા છે. જોકે આ વખતે તેમણે દારુબંધી હટાવવાની વાત કરી છે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
Share This Article