શ્રીસંતે બીજેપીમાંથી ઈલેકશન લડવાની આશા વ્યક્ત કરી

admin
1 Min Read

ભારતીય ટીમના ક્રિકેટર શ્રીશાંત પર આઈપીએલની મેચમાં ફિક્સિંગ કરવા બદલ બીસીસીઆઈની સમિતિ દ્વારા  આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુક્યો હતો પરંતુ ગત મહિને બીસીસીઆઈએ શ્રીશાંત પરનો આજીવન પ્રતિબંધ ઘટાડી સાત વર્ષનો કરી દિધો છે. જે 2020માં પૂર્ણ થશે. ત્યારે શ્રીસંતે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, હું શશી થરુરનો મોટો ચાહક છું. કારણ કે શશી થરુર મને સમજે છે. અને મારા ખરાબ સમયમાં તેમણે મને સાથ આપ્યો હતો, પરતું હું તેમને આગામી લોકસભા ચૂંટણીમાં તિરૂવનંતપુરમ બેઠક પરથી હરાવીશ. મહત્વનું છે કે ભારતીય ટીમને વિજય બનાવવા માટે ઘણી બધી વાર શ્રીશાતે યોગદાન પણ આપ્યું છે. પરંતુ તેના પર જે પ્રકારે આઈપીએલની મેચમાં ફિક્સિંગને લઈને આરોપ લાગ્યા હતા તે બાદ ક્રિકેટ રમવા પર બીસીસીઆઈએ સંપૂર્ણ પણે રોક લગાવી હતી પરંતુ થોડા સમય પહેલા જ બીસીસીઆઈએ પ્રતિબંધ હટાવી 7 વર્ષનો કર્યો છે.

Share This Article