વધુ એક ST બસનો વીડિયો વાઈરલ થયો છે. વાયરલ થયેલ વીડિયોમાં એસટી બસનો ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનું જોવા મળી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો વડોદરા એક્સપ્રેસ હાઈવે પરનો છે. ડ્રાઈવરનો મોબાઈલ મચેડતો વીડિયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. વાયરલ વીડિયોથી એસટીના ડ્રાઈવરો કેટલી હદે મુસાફરોના જીવને જોખમમાં મુકી દેતા હોય છે તે સ્પષ્ટ થઈ રહ્યુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 50 મુસાફરોની જિંદગી સાથે ખેલનાર ડ્રાઈવર પોતાની મોજમાં ફોન મચેડતા મચેડતા ડ્રાઈવિંગ કરી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને એસટી વિભાગ ઝડપથી આ વીડિયોની તપાસ કરાવી ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે. મહત્વનું છે કે, આ પહેલા પણ અનેક વખત એસટી બસના ડ્રાઈવર ગેમ રમતા કે મોબાઈલ પર વાત કરતા કરતા ડ્રાઈવિંગ કરતા હોય તેવા વીડિયો સામે આવી ચુક્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -