લાંચ બાબતે પોલીસકર્મીઓ એકબીજા સાથે બાજવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવોજ એક કિસ્સો ઉત્તરપ્રદેશમાં બન્યો છે. ઉત્તર પ્રદેશમાં એકવાર ફરીથી ખાકીને શરમજનક સ્થિતિમાં નાંખે તેવી ઘટના સામે આવી છે. યૂપી પોલીસેનાં 2 લાલચુ અને ભ્રષ્ટ જવાનોએ ફક્ત કેટલાક રૂપિયાની લાંચ માટે એક-બીજા પર જાહેરમાં લાકડીઓથી પ્રહાર કર્યા. પ્રયાગરાજમાં યૂપી પોલીસનાં બે જવાનો કથિત રીતે લાંચનાં પૈસા માટે એક-બીજા સાથે લડ્યા. બંને જવાનોએ એક-બીજા પર જોરદાર લાકડીઓથી પ્રહાર કર્યા. જો કે ત્યારબાદ સાથી પોલીસકર્મીઓએ બંનેને અલગ કરીને મામલો શાંત પાડ્યો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ. બંને પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં પોલીસ કર્મીઓનો બાજવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -