બિહારના હાજીપુરમાં બની વિચિત્ર ઘટના

admin
1 Min Read

આજકાલ વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને લોકો ઘણા પરેશાની ભોગવી રહ્યા છે. તેવામાં હાલમાં જ ટ્રાફિકની આ સમસ્યાને લઈને એક કિસ્સો બિહારના હાજીપુરમાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બિહારના હાજીપુર રેલવે સ્ટેશન પાસે એક કારચાલકને હોર્ન વગાડવું ભારે પડી ગયું. એક આખલો રસ્તા પર બેઠો હતો ત્યારે એક કારચાલકે વારંવાર હોર્ન મારતા આખલો ભડક્યો હતો. અને ગુસ્સામાં આવીને તેણે આ કારને શિંગડાથી પકડી પકડીને પટકી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી આ કારનો કચ્ચરઘાણ ન બોલી ગયો, ત્યાં સુધી આ આખલાએ કારને પટકવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે કારચાલકના બચાવ માટે આસપાસના લોકો હાથમાં લાકડી અને ડંડા લઈને દોડી આવ્યા હતા. છેવટે આખલા પર પાણીનો મારો કરીને તેને કારથી દુર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ લાકડી અને ડંડાની મદદથી આખલાને ત્યાંથી ભગાડ્યો હતો. મહત્વનું છે કે, આ કારનો કારચાલક ગમે તેમ કરી પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છુટ્યો હતો. આખલાનો આ તાંડવ જોવા માટે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

Share This Article