ભારતના “નાગ”થી થરથર કાંપશે પાકિસ્તાન-ચીન, પોખરણમાં એન્ટી ટેન્ક મિસાઈલનું સફળ પરિક્ષણ

admin
1 Min Read

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલ તણાવ દરમિયાન મિસાઈલ પરીક્ષણમાં ભારતે વધુ એક ડગલુ માંડ્યુ છે. ભારતે ગુરુવારે વોરહેડ સાથે નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાનના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું.

નાગ મિસાઇલને રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નાગ મિસાઈલ સંપૂર્ણ રીતે દેશી છે અને આ પ્રકારની મિસાઈલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ-અલગ પ્રકારના ટ્રાયલ થાય છે. આ પહેલાં નાગ મિસાઈલના અનેક ટ્રાયલ થયા છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ અલગ રીતે નાગ મિસાઈલોનું પરીક્ષણ થયું છે. તેમાં અચૂક નિશાન સાધવાની ક્ષમતા છે અને દુશ્મનના ટેન્કને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. તે વજનમાં ખૂબ જ હળવી હોય છે. એન્ટી ટેન્ક મિસાઈલ મીડીયમ અને નાની રેન્જની મિસાઈલ છે. જે ફાઈટર જેટ, વોર શીપ સહિત અન્ય સંશાધનો સાથે કામ કરી શકે છે.

Share This Article