વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ હોલની બહાર કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે કારમાં લાગેલી આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.મળતી માહિતી મુજબ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ હોલની બહાર મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી સફેદ કલરની મારુતિ કારનાં એન્જીનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરા તફરી મચી હતી.કાર ચાલકે સમય સૂચકતા વાપરી ત્વરિત કારમાંથી બહાર આવી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે કારમાં લાગેલી આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.કારમાં લાગેલી આગને પગલે ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા.અને લોકોએ કારમાં લાગેલી આગનાં લાઈવ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કંડાર્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
