નવા નરોડમાં ખાંડનો વેપારી લૂંટાયો

admin
1 Min Read

અમદાવાદમાં લૂંટની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં નવા નરોડામાં એક ખાંડના વેપારીને લૂંટી લેવાયો. કારનો કાચ તોડીને ડ્રાઇવરની બાજુની સીટમાં પડેલી 14 લાખ રૂપિયાની બેગ લઇને લૂંટારો ફરાર થઇ ગયા. આ વેપારી બાપુનગરની આંગડીયા પેઢીમાંથી પૈસા ભરેલી બેગ લઇને કારમાં જઇ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. જે અંગે નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના નવા નરોડા વિસ્તારમાં ખાંડના વેપારીની કારમાંથી 10 લાખ રોકડની ચોરી થઈ છે. બાપુનગર સ્થિત આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળ્યા હતા. વેપારી નવા નરોડા પાસે કાર પાર્ક કરી હતી. દરમિયાનમાં કારનો કાચ તોડી ગઠિયા રૂપિયા ભરેલી બેગ ચોરી ગયા હતા. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરુ કરી છે.

Share This Article