Connect with us

ગુજરાત

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

Published

on

હાલ… કોરોનાના કહેર વચ્ચે જો કોઈ ગંભીર સમસ્યા હોય તો એ છે રોજગાર. જી હા…. લોકોને પૂરતો રોજગાર ન મળતા તેઓ આર્થિક અને માનસિક રીતે ભાંગી પંડ્યા છે. ખાસ કરીને યુવકોમાં રોજગારને લઈને ભારે નિરાશા જોવા મળી રહી, જેના કારણે કેટલાંક લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યાં છે.

ગુજરાતમાં પણ આજે લાખો યુવાનો શિક્ષિત હોવા છતાં તેમની પાસે રોજગાર નથી. જેથી ઘણા યુવાનો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડી આપઘાત જેવુ પગલુ ભરવા મજબૂર બન્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ એક શિક્ષિત યુવકે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, સિદ્ધપુરના અશોક સિનેમા પાસેની મંગલદિપ સોસાયટીમાં રહેતા ચિરાગ વાઘેલા નામના યુવકે બેરોજગારીના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.. ચિરાગે કોમ્યુનિકેશન એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી હતી અને છેલ્લા ઘણા સમયથી તે નોકરીની શોધમાં હતો. બીજીબાજુ તેનો પરિવાર પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં માનસિક અને આર્થિક રીતે ભાંગી પડેલા ચિરાગે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા સિદ્ધપુર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

રાજકોટ

રાજકોટ : MLA અંબરીશ ડેરના સમર્થનમાં NSUI

Published

on

રાજકોટમાં આજે NSUI અને કોંગી કાર્યકરો દ્વારા રેલવે ટ્રેક પર બેસી MLA અંબરીશ ડેરના સમર્થનમાં ધરણા કર્યા હતા. આ ધરણામાં કાર્યકરો દ્વારા ભાજપ સરકાર હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ અઘટિત બનાવ બને એ પહેલા જ પોલીસ દ્વારા NSUI અને કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. રાજુલામાં શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા 25 વર્ષોથી પડતર પડેલી બિનઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માત સર્જાય છે.

આ મુદ્દે કોંગી MLA અંબરીશ ડેરની માગણી કરી હતી કે, રાજુલામાં રેલવેની બિનઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવામાં આવે. પરંતુ રાજુલા રેલવે વિભાગ દ્વારા નગરપાલિકા ને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ના આવતા અને રસ્તામાં બેરીકેટ ઉભા કરવામાં આવતા MLA અંબરીશ ડેર દ્વારા છેલ્લા 12થી વધુ દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ બનાવ મુદ્દે આજે રાજકોટમાં કોંગી કાર્યકરો દ્વારા ભાજપના સાંસદ અને સ્થાનિક નેતાઓના ઈશારે રાજુલાની જનતાને અન્યાય કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

Continue Reading

રાજકોટ

રાજકોટ : કોંગી મહિલાઓએ ડુંગળીનો હાર, તેલના ડબ્બા સાથે કર્યો વિરોધ

Published

on

શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ડુંગળીનો હાર, સાઈકલ, તેલના ડબ્બા સાથે ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત કપાસિયા ખોળમાં ભેળસેળને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને કપાસિયા ખોળનું વેંચાણ થતું અટકાવવા રજુઆત કરવામાં આવી હતી.રાજકોટમાં શહેર મહિલા કોંગ્રેસે મોંઘવારી મુદ્દે અનોખો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ દ્વારા ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, અનાજ સહિતમાં ભાવ વધારાને લઈને વિરોધ કર્યો હતો

અને ડુંગળીના હાર પહેરી, તેલના ડબ્બા લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા મહિલા પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી હતી.
.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ : રેતીચોરીની આશંકાએ ખાણ ખનીજ વિભાગની સરપ્રાઇઝ ચેકીંગ

Published

on

સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે મહીસાગર નદીમાં વિવિધ ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની બેફામ ચોરી થઈ રહી છે સંબંધિત વિભાગને વારંવાર ટેલિફોનિક તથા વિડિયો મોકલીને આજુબાજુના જાગૃત નાગરિકો જાણ કરે છે તેમ છતાંય જાડી ચામડી ના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની મીલીભગત ના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી તેવામાં બે દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને પાંચ જેટલા જેસીબી મશીન અને હિટાચી મશીન સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજરોજ ખાણ ખનીજ અધિકારી સાવલી પ્રાંત ઓફિસર સાવલી મામલતદાર તેમજ પોલીસ ટીમ સાથે નદીના પટમાં ગેરકાયદેસર ખનન નું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું આ વેળાએ પોઈચા કનોડા ગામ ના મહિલા સરપંચના પતિ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને 2018માં મહીસાગર નદીના પટમાં આવેલ ખરાબામાં રેતીનો સંગ્રહ કરવાનું અને નદીના પટમાંથી રેતીનું વધારાનું કામ કરવાના પ્રકરણમાં 11 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો

જેની શું કાર્યવાહી થઈ છે અને શું શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે તે બાબતે પૂછપરછ કરતા અધિકારીઓ અને સરપંચ પતિ વચ્ચે ભારે ચકમક ઝરી હતી અને અધિકારીઓ એક તરફી વલણ અને રાજકીય દબાણને વશ થઈને કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો ત્રણ દિવસ અગાઉ પાંચ હિટાચી મશીન ગેરકાયદેસર ખનન કરતા કબજે કરીને સીઝ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સદર બાબત પોઇચા ગામ ના સરપંચ દ્વારા અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પક્ષપાતી વલણ અપનાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે 2018માં થયેલ કામગીરીની વિગતો નહીં આપે તો અને તટસ્થ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી 30મીએ ગ્રામ પંચાયત ભવન ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી

Continue Reading
રાજકોટ15 hours ago

રાજકોટ : MLA અંબરીશ ડેરના સમર્થનમાં NSUI

રાજકોટ15 hours ago

રાજકોટ : કોંગી મહિલાઓએ ડુંગળીનો હાર, તેલના ડબ્બા સાથે કર્યો વિરોધ

પંચમહાલ15 hours ago

પંચમહાલ : રેતીચોરીની આશંકાએ ખાણ ખનીજ વિભાગની સરપ્રાઇઝ ચેકીંગ

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા : ધાનેરા ન.પા.માં ભાજપના ૬ બળવાખોર સભ્યો સામે કાર્યવાહી, સસ્પેન્ડ લેટર થયોવાયરલ

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમા યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ હવે નહિ ચલાવી લેવાય, કલેકટરે યાત્રિકોની સુવિધા માટે 6 ટીમોની કરી રચના

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા : પાલનપુર તાલુકાના વાસણા ગામે પુષ્પો પાથરી કંકુ પગલાથી દીકરીના વધામણાં

અમરેલી15 hours ago

અમરેલી : રેલવે જમીન મુદ્દે રેલ રોકો આંદોલન ઉપવાસનો મામલો,

ગુજરાત15 hours ago

નેશનલ : અજિત ડોભાલે શંઘાઈની બેઠકમાં ભાગ લીધો, સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા થઈ

સુરત3 weeks ago

સુરત: કરોડો ની છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ, 3 સામે ગુનો

બનાસકાંઠા3 weeks ago

બનાસકાંઠા : ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત

પાટણ3 weeks ago

પાટણ : કુણઘેર સ્થિત મોક્ષેશ્વર મુક્તિધામમાં પ્રભુ શિવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી

Uncategorized3 weeks ago

રાજકોટ : માં નકલી ફેવિપિરાવિરનો જથ્થો પકડાયો

સાબરકાંઠા3 weeks ago

સાબરકાઠાં : જિલ્લાના વાતવરણમાં પલટો, ઇડર, વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું

અમરેલી6 days ago

અમરેલી : જાફરાબાદમાં તાઉતે વાવાઝોડામાં માછીમારો નુકસાન પામેલી બોટ સહાય કરતી રૂપાણી સરકાર

જુનાગઢ3 days ago

જુનાગઢ : માંગરોળ તાલુકામાં વરસાદ બાદ હવે વાવણીના શ્રીગણેશ

જુનાગઢ3 weeks ago

જુનાગઢ : વંથલી સી.એચ. સી સેન્ટર ખાતે 18 થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવી

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.