સુપ્રીમે જગન્નાથ પુરીની રથયાત્રાને આપી શરતી મંજૂરી

admin
1 Min Read

પુરીમાં જગન્નાથની રથયાત્રા મામલે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેંચે પુરી રથયાત્રાને શરતી મંજૂરી આપી છે.લોકોની ભીડ ભેગી ન કરવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટનાં ચુકાદા બાદ હવે ગુજરાત સરકારની નજર અમદાવાદમાં નીકળતી રથયાત્રા પર છે.જાહેર જનતા રથયાત્રામાં જોડાશે નહી, માત્ર સાધુ-સંતો, જોડાશે.

મળતી માહિતી મુજબ, ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજી શકાશે. તો કોર્ટે મંદિર ટ્રસ્ટ તથા સરકારને આ મામલે માઈક્રો મેનેજમેન્ટ કરવાનું પણ સૂચન આપ્યું છે.

કોરોના સંક્રમણને લઈને જગન્નાથ પુરી રથયાત્રા પર રોક લાગવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ હતી જેમા. સીનિયર એડવોકેટ હરીશ સાલવે રથયાત્રા પર સ્ટે લગાવવાની અરજી દાખલ કરનાર ઓડિસા વિકાસ પરિષદનો પક્ષ રજુ કર્યો હતો. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં 4 અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એક અરજી મુસ્લિમ યુવકે પણ કરી હતી. આપને જણાવી દઇએ કે, આ રથયાત્રા 23 જૂન મંગળવારે યોજાવાની છે.

Share This Article