ભારત-પેગાસસ મુદ્દે તપાસનો સુપ્રીમનો આદેશ

admin
1 Min Read

પેગાસસ જાસૂસી વિવાદ મુદ્દે સ્વતંત્ર તપાસની માગણી કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, સુપ્રીમ કોર્ટે આખરે આ માગણીઓને સ્વિકારી લીધી છે અને હવે આ જાસૂસી મામલે સ્વતંત્ર તપાસના આદેશ આપી દીધા છે. જેને પગલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને મોટો ફટકો લાગ્યો છે. વિપક્ષના નેતાઓનો આરોપ છે કે સરકારે તેમના મોબાઇલ ફોન ટેપ કરાવ્યા છે અને તેથી તેની તપાસ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે આ તપાસ માટે વિશેષ નિષ્ણાતોની કમિટીની રચનાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરુ વલણ અપનાવ્યું હતું

અને સરકારની ઝાટકણી પણ કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે લોકોની જાસૂસી કરવામાં આવે તેને કોઇ પણ કિમતે ન ચલાવી શકાય. આ સમગ્ર મામલે હવે ત્રણ નિષ્ણાત સભ્યોની કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. કમિટીને તપાસ માટે આઠ સપ્તાહનો સમય પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પત્રકાર એન રામ અને શશિ કુમાર તેમજ એડિટર્સ ગિલ્ડ ઓફ ઇંડિયા તરફથી પેગાસસ જાસૂસી મામલે તપાસની માગણી કરતી અરજીઓ કરવામાં આવી છે. ભારતમાં ૩૦૦ જેટલા ફોન નંબરનું ટેપિંગ કરવામાં આવ્યું હતું, આ જાસૂસી કે પેટિંગ માટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આરોપો છે. હાલ સુપ્રીમ કોર્ટે જે તપાસ કમિટીની રચના કરી છે તેના અધ્યક્ષ પૂર્વ ન્યાયાધીશ આરવી રવીંદ્રનને બનાવવામાં આવ્યા છે.

Share This Article