તાઉ-તે’ વાવાઝોડાને પગલે સુરત જિલ્લાના 40 ગામો એલર્ટ કરાયા છે જયારે NDRFની સાથે ફાયરની 16 ટીમો રેસ્ક્યુ સાધનો સાથે સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડું 18મીએ ગુજરાતમાંથી પસાર થવાની સંભવિત શકdયતાઓ છે. જેને પગલે સુરતમાં ત્રણ દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શકયતા છે. જેને પગલે સુરત જિલ્લાના ત્રણ તાલુકાના દરિયાકાંઠે આવેલા 40 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

વાવાઝોડું આવે તો સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. આ સાથે દરિયાકિનારે આવેલા ઝીંગાના તળાવોમાં રહેતા 800 મજુરોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છેવાવાઝોડાની સંભવિત અસરોને જોતા ફાયર વિભાગે 16 ટીમો રેસ્ક્યુના સાધનો સાથે તૈનાત કરી છે. હોર્ડિંગ્સ પડવાના બનાવો, ઝાડ પડવાના બનાવો, નદી-દરિયામાં ફસાયેલી વ્યક્તિઓના કોલ વિગેરેની મદદ માટે ફાયર વિભાગની 16 ટીમ તૈયાર રાખવામાં આવી છે. જેમાં એક ટીમમાં 6 જવાનોને રાખવામાં આવ્યાં છે.
