સુરત : ખ્વાજા સાહેબનો 425 ઐતિહાસિક સંદલ ઉર્સ ઉજવાયો..

admin
1 Min Read

સુરતની ખ્યાતનામ સુપ્રસિદ્ધ અને કોમી એકતાના પ્રતીક હજરત ખ્વાજા સૈયદ જામલોદ્દીન દાના નક્ષબંદી રહેમતુલ્લાહ નો 425માં ઐતિહાસિક સંદલ ઉર્સ નું હર્ષોલ્લાસ ભાઈચાર અને સદભાવના સાથે ઉજવાયો. 2 લાખ લોકોએ દરગાહની ઝિયારત કરી હતી..ઇ.સ. 1492 તુર્કીસ્તાન માં ખ્વાજા સાહેબનો જન્મ થયો હતો.કે જેઓએ સુરત શહેરને હમેશાં આબાદ રહા હે આબાદ રહેગા કહ્યું છે. શહેરમાં અનેક કુદરતી આફતો આવી છતાં શહેર આફતોને પછડાટ આપી પ્રગતિ ના પથ પર ઉભો થયો છે.બડેખા ચકલા વિસ્તારમાં આવેલી ખ્વાજા સાહેબનો 425મો સંદલ, ઉર્સ દરગાહના ખાદીમોના સાનિધ્યમાં ઉજવાયો હતો.સતત ત્રણ દિવસ ચાલેલા ઉર્સ દરમિયાન ખીચડી અને પતાસાનો પ્રસાદ વિતરણ કરાયો હતો.દરગાહ ના  સંકુલને રંગબેરંગી લાઈટોથી શણગાર કરાયો હતો.ખ્વાજા સાહેબના ઉર્સ માં 2 લાખથી વધુ લોકો ઝિયારત કરી હતી.શહેરના બડેખ ચકલા વિસ્તારમાં આવેલી હઝરત ખ્વાજા દાનાની દરગાહનો આ વર્ષે 425મો ઉર્સ રવિવારે સંપન્ન થયો હતો .

Share This Article