સરથાણા જકાતનાકા નજીક ડી માર્ટની બાજુમાં આવેલ એક કારએસી સર્વિસ સેન્ટરની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી ગઇ હતી. આગ જોત જોતામાં એટલી વિકરાળ બની ગઇ હતી અને આસપાસની 3 જેટલી દુકાન વિકરાળ આગની ઝપટે ચડી ગઇ હતી. જો કે આસપાસની 6 ફાયર સ્ટેશનની ગાડીઓ પણ ત્યાં બોલાવવી પડી હતી, ત્યારે આગ કાબુમાં આવી હતી. સરથાણા જકાતનાકાના ડી માર્ટ નજીક આવેલી કાર સર્વિસની એક દુકાનમાં વિકરાળ આગ લાગી ગઇ હતી. આગના પગલે આસપાસની દુકાનોમાં ભાગદોડ મચી ગઇ હતી. આસપાસની 4 દુકાનોમાં આગ લાગી ગઇ હતી. જેના પગલે આસપાસના ફાયર સ્ટેશનમાંથી કાફલો બોલાવી લેવાયો હતો. આગને કાબુમાં લેવાઇ હતી. સખત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોટાવરાછા ફાયર સ્ટેશન ઉપરાંત ડુંભાલ, કાપોદ્રા તેમજ ઘાંચી શેરીમાંથી ફાયર બ્રાઉઝર, ફાયર એન્જીન તેમજ વોટર ટેન્કરોને મોકલવામાં આવ્યા હતા. ડીજીવીસીએલે વિસ્તારનો પાવર કટ કરી દીધો હતો. ફાયર જવાનોના અનુસાર આ આગ 4 દુકાનો ઉપરાંત એક ફોરવ્હીલમાં પણ આગ લાગી ગઇ હતી. જેમાં સીએનજી કીટ હતી. જો કે સદ્ભાગ્યે કોઇ વિસ્ફોટની ઘટના બને તે પહેલા જ આગ કાબુમાં આવી ગઇ હતી. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -