સુરત : ગોડાદરામાં AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન કરાયું

admin
1 Min Read

ગોપાલ ઇટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ જે પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. તેને લઈને હજી પણ મામલો થાડે પડતો દેખાતો નથી. તેને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસે બજરંગ સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યાં હતાં. ગોપાલ ઇટાલીયાએ તાજેતરમાં જ આ મામલો વધુ ન વણશે તેને લઈને પોતાના નિવેદનને લઈને માફી પણ માંગી હતી.જોકે હજી પણ આ મામલો શાંત થાય તેવું દેખાઈ રહ્યું નથી. હાલમાં જ ગોપાલ ઇટાલીયાના ઘરે કેટલાક યુવકોએ વિરોધ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટનામાં અમરોલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ દાખલ થઇ હતી. ગોપાલ ઇટાલીયાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે, અને સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

Share This Article