સુરત શહેરમાં લૂંટની ઘટનાઓ ખૂબ પ્રમાણમાં બની રહી છે, ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઇ રહી છે, એક તરફ સુરત પોલીસ શહેરના રસ્તા ઉપર પેટ્રોલિંગ કરી રહી છે તો બીજી તરફ સ્નેચારો તરખાટ મચાવી રહ્યા છે.સુરતના ઉધના, પાંડેસરા, ડિંડોલી ,મહિધરપુરા, વિસ્તારમાં મોટરસાયકલ પર જતા અને રીક્ષામાં બેઠેલાં મુસાફરોની બેગની તફડંચી કરી ભાગતી ટોળકીને પકડવા પોલીસ કમિશનરની સુચના બાદ ડી.સી.બી પોલીસ હરકતમાં આવી ગઈ હતી ગુનેગારોને શોધવા પેટ્રોલીંગમાં લાગી ગઈ હતી તે દરમિયાન ડી.સી.બી માં ફરજ બજાવતા સહદેવસિંહ બળવંતસિંહ, તેમજ મહેન્દ્રસિંહ જીતુભાને મળેલી બાતમીના આધારે ઉધના ખરવરનગરથી આકીબ શેખ નામના યુવકને પકડી પૂછપરછ કરતા મુદ્દામાલ સાથે ઝડપાયો હતો,હાલ પોલીસે આ યુવકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.