સુરત : આહીર સમાજ મહિલા ગ્રુપ દ્વારા મહિલાઓનો સેમિનાર યોજાયો

admin
2 Min Read

આત્મ નિર્ભર મહિલા અંતર્ગત સૂરત મહાનગર પાલિકા મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજના શરૂ કરાઇ છે ત્યારે પુણાની સીતારામ સોસાયટીમાં યોજના અંગે વિસ્તૃત માહિતી માટે કોર્પોરેટર મનીષાબેન આહીરના માર્ગદર્શન હેઠળ આહીર સમાજ મહિલા ગ્રુપ દ્વારા મહિલાઓનો સેમિનાર યોજાયો હતો.આત્મ નિર્ભર મહિલા મહિલા સશક્તિકરણ મહિલાઓ પણ પુરુષ સમોવડી થતી જાય છે ત્યારે વોર્ડ નંબર 15ના મહિલા નગર સેવક મનીષાબેન આહીરના માર્ગદર્શન હેઠળ આહીર સમાજ મહિલા ગ્રુપ સુરત દ્રારા સરકારની વિવિધ યોજનાઓ અંગે ખાસ કરીને UCD વિભાગની યોજના માહિતી આપતો મહિલા સેમિનાર યોજાયો હતો. યોજનાઓ અંગે મહિલાઓને મોટા ભાગે ખ્યાલ હોતો નથી.

ત્યારે આજે સુરતના સીતારામ સોસાયટી નજીક આવેલ ધાચી સમાજની વાડીમાં મહિલાઓને સરકારની આત્મ નિર્ભર મહિલા બને તે માટે મહિલાઓમાં નિયમીત બચત કરવાની આદત કેળવાય તેમજ તેઓ નાણાકીય સધ્ધર અને આત્મ નિર્ભર થાય તેવા શુભાશય સાથે મહિલાઓને આર્થિક ઉપાજનની પ્રવૃત્તિ સાથે જોડી સ્વાવલંબી આત્મનિર્ભર બનાવવા માટે ખાસ યોજના એટલે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ યોજના શરૂ કરવામાં આવી છે. તે અંગે મહિલા સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી. અને સખી મહિલા મંડળમાં જોડવા અને યોજના નો લાભ વધુ ને વધુ મહિલાઓ મેં તે માટે નગર સેવક મનીષાબેન આહીર દ્રારા ભાર મુક્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત આહિર સમાજના ભાભાશા તેમજ યુવા આગેવાન રઘુભાઈ હુંબલ અને લગ્ન સેવા સમિતિના યુવા પ્રમુખ જીતુભાઈ કાછડ હાજર રહી બહેનોને પોતાની કલાને જીવંત રાખી આત્મનિર્ભર બનવાની સાથે સક્ષમ બનવા મોટિવેટ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વરાછા ઝોનના UCD સુપરવાઇઝર જસુબેન એ યુસીડી વિભાગની યોજનાઓ અને તેના લાભો અંગે બહેનોને માહિતગાર કર્યા હતા.

Share This Article