સુરત : કમરતોડ વેરા વધારા સામે સ્થાનિકોમાં રોષ

admin
1 Min Read

સુરત મહાપાલિકા દ્વારા હાલમાં મોકલવામાં આવી રહેલા વેરા બિલમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે નાના વરાછા , શ્યામા ધામ , સીમાડા , સરથાણાના રહીશો દ્વારા મહાપાલિકા કચેરીએ મોરચો લાવીને રજૂઆતો કરવામાં આવી હતી. રહીશો દ્વારા એવા આક્ષેપો કરાયા હતા કે , ગયા વર્ષે પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો તો તે વિના વિરોધે ભરી દેવામાં આવ્યા તો હવે ફરીથી પણ વધારા સાથેનાં બિલ મોકલવામાં આવી રહ્યાં છે .જે કમરતોડ છે. આ સંજોગોમાં વિવિધ વિસ્તારાનો ભેદ વેરા બિલમાં જળવાતો નથી. અગાઉ પણ ગયા વર્ષે અઠવાલાઈન્સ કરતાં વરાછા વિસ્તારનો વેરો વધારે હતો . આ કારણે જ તેની સામે ભારે વિરોધ પણ ઊડ્યો હતો . આજે મહાપાલિકા કચેરીએ આવેલા રહીશો દ્વારા એવો બળાપો ઠાલવવામાં આવ્યો હતો કે , આગળના વર્ષ 2017 – 18માં આવેલા વેરા બિલ કરતાં પાછલા વર્ષ 2018 – 19ના વેરા બિલમાં વધારો થયો હોવાની ફરિયાદ સ્થાનિકોમાં હતી . તેમ છતાં તેઓ દ્વારા વિરોધ વિના વેરા બિલ ભર્યા હતાં . પરંતુ આ વર્ષે ફરી 2019 20ના વેરા બિલમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે . આજે સ્થાનિકો દ્વારા વિરોધ કરી આજે મનપા કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી અને આ વધારો પાછો ખેંચવા માટે જણાવ્યું હતું .

Share This Article