સુરત : ભાજપ શહેર પ્રમુખ પર આક્ષેપ

admin
1 Min Read

સુરત શહેર ભાજપ પ્રમુખ નિતીનભાઈ ભજીયાવાલા સામે છેલ્લા ઘણા સમયથી અડાજણનો તમાકુવાલા પરિવાર પડ્‌યો હોય તેમ લાગે છે. ઓલપાડ ખાતે આવેલી તેઓની જમીન મામલે શહેર ભાજપ પ્રમુખ સાથે કોઈ બાબતે વિખવાદ થતા તેઓનો કેસ હાલ કોર્ટમાં ચાલે છે. ત્યારે આ તમાકુવાલા દંપતિ જેમાં અમિષાબેન તમાકુવાલાએ સુરત મનપા કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી કે તેઓના હાલમાં ઓલપાડની જમીન મામલે શહેર ભાજપ પ્રમુખ સાથે ચાલી રહેલ કોર્ટ કેસમાં કેસ પરત ખેંચી લેવા દબાણ કરવા માટે શહેર ભાજપ પ્રમુખે મનપાના અધિકારીઓને આદેશ આપી તેઓનો બાંધકામ તોડાવી પડાવ્યો છે. જ્યારે ભાજપ શહેર પ્રમુખના મળતીયાનું પાણીની ભીત ખાતે સાંસદ દર્શનાબેન જરદોશની ઓફિસ પાસે આવેલ ગેરકાયદેસર બાંધકામને માત્ર સીલ કરી મનપાના અધિકારીઓએ બેવડી કામગીરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ત્યારે હવે જોવુ એ રહ્યું કે મનપા કમિશનરને આવેદન પત્ર આપ્યા બાદ આ મામલે શું થાય છે.

Share This Article