સુરત : હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, રત્નકલાકારોના વેતનમાં 20થી 25 ટકા વધારો કરવા ડાયમંડ વર્કર યુનિયને માગ કરી

admin
1 Min Read

કોરોનાની બીજી લહેર બાદ ડાયમંડ ઉદ્યોગમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધીરે-ધીરે ચાઇના, અમેરિકા જેવા કોરોના સંક્રમણથી ગ્રસ્ત થયેલા દેશોમાં પણ હવે બજાર ખુલવાના શરૂ થઈ ગયા છે. જેને કારણે જ્વેલરી ઉદ્યોગમાં જબરજસ્ત તેજીનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

સુરતમાં કટીંગ અને પોલિસ્ડ ડાયમંડની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રવિવારના દિવસે પણ ઘણી ફેક્ટરીઓ ધમધમતાં તેજીનો માહોલ છે એવી સ્પષ્ટતા થઇ છે. ડાયમંડ યુનિયન વર્કર એસોસિએશન દ્વારા રત્ન કલાકારોના વેતન વધારાની માંગ સાથે ડાયમંડ એસોશિએશનમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 20થી 25 ટકા વેતન વધારાની માગ કરવામાં આવી હતી.

Share This Article