શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરનાર મહારાજનું સુરત કનેક્શન…જાણો…

admin
1 Min Read

શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવભક્તો અવનવી રીતે ભોળેનાથને પ્રસન્ન કરતા હોય છે તેવામાં સોશ્યલ મીડિયા ઉપર શિવલિંગની સામે શિવ તાંડવ સ્ત્રોતનું પાઠ કરતા ભગવાધારી સાધુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ખુબ લોકપ્રિય પણ થઈ રહ્યો છે, બોલીવુડ એક્ટર અનુપમ ખેર દ્વારા પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ આ વીડિયોને મુકવામાં આવ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે આ વિડિયો 23 જુનના રોજ શુટ કરવામાં આવ્યો હતો, જે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત ભોજપુર શિવ મંદિરનો છે. એક પગે ઉભા રહીને શિવ તાંડવ સ્ત્રોત કરનાર કાલીચરણ મહારાજનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે આ વિડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે. ત્યારે એવી પણ માહિતી સામે આવી છે કે ભગવાધારી કાલીચરણ મહારાજનો સુરત સાથે પણ ખાસ નાતો છે.

(File Pic)

સુરતમાં પણ કાલીચરણ મહારાજના ઘણા ભક્તો છે. સુરતમાં યોજવામાં આવતી કથાઓ અને ધાર્મિક પ્રસંગોમાંપણ કાલીચરણ મહારાજ દ્વારા શિવ તાંડવ સ્ત્રોતનું પઠન કરવામાં આવતુ હોય છે.

(File Pic)

મહત્વનું છે કે, સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયેલા કાલીચરણ મહારાજના વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને વધુને વધુ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Share This Article