સુરતમાં આગણવાડીની બહેનોએ ક્લેક્ટર કચેરી સામે પગાર વધારાની માંગ સાથે નારેબાજી કરી હતી. આંગણવાડીની બહેનોએ સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ સાથે ક્લેક્ટર કચેરી બહાર પ્રદર્શન કર્યું હતું. મળતી વધુ માહિતી અનુસાર સુરતમાં આંગણવાડીની બહેનોએ કલેકટર કચેરી બહાર પ્રદર્શન કર્યુ હતું. જેમાં સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આંગણવાડી સંઘ દ્વારા સંયુક્તરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડીની બહેનોએ પગાર વધારાની માંગ સાથે સરકારી કર્મચારી જાહેર કરવાની મુખ્ય માંગ કરી હતી. સાથે જ સરકારી કર્મચારી જાહેર ન થાય તે પેહલા પગાર વધારાની માંગ કરવામાં આવી હતી. બહેનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, અગાઉ સરકારે 1500 રૂપિયાનો વધારો આજ દિન સુધી મળ્યો નથી. કેન્દ્ર સરકારે કરેલા પગાર વધારો તાત્કાલિક ચુકવવામાં આવે તેવી રજુઆત ક્લેક્ટર કચેરીએ કરવામાં આવી હતી.