દિવાળીના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ખરીદી કરવા લોકો માર્કેટમાં નીકળી પડ્યા છે. તો બીજી તરફ મકાનો અને માર્કેટો રંગબેરંગી લાઈટો લગાવી સજાઈ રહ્યા છે. અને સામાન્ય રીતે લોકો દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. પરંતુ દિવ્યાંગ સમાજનો એક હિસ્સો છે. ત્યાં અડાજણ ખાતે આવેલી કેન સેન્ટર ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના દિવ્યાંગ બાળકો સાથે સુરતની સેવાભાવી એન.જી.ઓના સભ્યો દ્વારા દિવાળીની પુર્વની ઉજવણી કરી હતી. આ એન.જી.ઓ દ્વારા દિવ્યાંગ બાળકોમાં રહેલો ટેલેન્ટને બહાર કડવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દિવાળીમાં લોકો નવા કપડા પહેરીને સંબંધીના ઘરે જાય છે. બાળકો અવનવા ફટાકડા ફોડે છે અને ઘરની બહાર રંગોળી દોરીને દિવાળીની અનોખી ઉજવણી કરે છે. ત્યારે આ દિવ્યાંગ બાળકો સાથે દિવાળી ઉજવણી કરી તેમનામાં ટેલેન્ટને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને લોકોને દિવ્યાંગ બાળકો સાથે કેવી રીતે રહેવું તેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -