સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સદ્દહગુરૂમાં સુદીક્ષાજી મહારાજની પ્રેરમાથી બે ઓક્ટોબર ગાંધી જ્યંતિના અવસર પર દેશભરના ૩૬૫થી પણ વધારે રેલ્વે સ્ટેશનો પર ઐતિહાસિક સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં બે લાખથી પણ વધારે નિરંકારી ભક્ત સ્વચ્છતા હી સેવાના સ્લોગન સાથે જોડાયા હતાં. તો સુરત ઝોનમાં આવતા સાયણ, કોસંબા, કિમ, ઉમરગામ, સંજાણ, ભિલાડ, કર્માબલી, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, વલસાડ, ડુંગરી, અમસાડ, બીલીમોરા, નવસારી તથા સુરત રેલ્વે સ્ટેશનો પર બે ઓક્ટોબર બુધવારે સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. તો ગંદગી અંદર હોય કે બહાર બન્ને હાનિકારક છે, નિરંકારી બાબાજીના આ સંદેશના પરિણામ સ્વરૂપ જ સ્વરછતા અભિયાન ચલાવવામાં આવ્યુ હતું. સંત નિરંકારી સદ્દગુરુ જનહિતકારી કાર્ય કરવાની પ્રેરણા આપે છે, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા કેટલા વર્ષોથી સતત વૃક્ષારોપણ અને સ્વરછતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -