Connect with us

સુરત

સુરતમાં ગણેશોત્સવમાં પીવાયો દારુ

Published

on

ગણેશોત્સવમાં યુવાનોએ દારૂ પીધો અને બોટલ લઈ ડાન્સ કર્યા, વીડિયો વાઈરલદારૂબંધીના લીરે લીરા ઉડાવતો વીડિયો પોલીસ પર અગાઉ ગોલવાડમાં હુમલા થયેલા હાલ વિઘ્નહર્તા ગણપતિની પૂજા અર્ચના કરવાનું પર્વ ગણેશોત્સવ ચાલી રહ્યું છે. એક તરફ ગણેશ ભક્તિમાં લોકો લિન બન્યા છે ત્યારે અમુક યુવકો ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂ પીને છાકટા થયા હોય તેમ ખુલ્લેઆમ દારૂની બાટલીઓ પીને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ થવી જોઈએ.બિયરની બાટલીઓ સાથે નાચતા જોવા મળ્યાકોટસફિલ રોડ પર આવેલા ગોલવાડમાં ગણપતિની સ્થાપ્ના સાથે જ ગણપતિની મૂર્તિ સામે યુવકો નાચતાં નાચતાં એકબીજાને જાહેરમાં બિયર અને દારૂ પીવડાવી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યા મુજબ આ યુવકો બિંદાસ્ત બનીને એકબીજાને પીવડાવી રહ્યા હતા એ દરમિયાન પોતાના વીડિયો પણ ઉતરાવી રહ્યાં હતાં. ગીતના તાલે જાહેરમાં દારૂ પીનારા ધતિંગ કરી છાકટા થયા હોવાના ધતિંગ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુરત

સુરત- અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચારનારને સજા

Published

on

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા મામલે આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠેરવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે.

તેમાં પણ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી. આ પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી.સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.

Continue Reading

સુરત

સુરત- માનસિક બીમારીથી પીડાતી મહિલાએ મોતની છલાંગ લગાવી

Published

on

સુરતના ભેસ્તાન આવાસના C બ્લોકમાં માનસિક બીમારીથી પીડાતી મહિલાએ ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી આત્મ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. સુરતના ભેસ્તાન આવાસ માંના C-બ્લોકમાં રેહતી મહિલા છેલ્લા કેટલાક વર્ષથી માનસિક બીમારીથી પડાઈ રહી હતી. ત્યારે ગઈકાલે ઘરની છત પર ચડી મોતની છલાંગ લગાવી આત્મ હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ બાદ સ્થાનિકોના તોડેતોડા ભેગા થઈ ગયા બાદ કોઈ જાગૃત ઇસમે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલાની જરૂરી કાર્યવાહી કરી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. મળતી માહિતી મુજબ ભેસ્તાન આવાસના C બ્લોકમાં રેહતી મહિલા માનસિક બીમારીથી પીડાઈ રહી હતી.

જેના લગ્નજીવનમાં ચાર બાળકો થયા હતા. જેમાં બે છોકરા અને બે છોકરી હતી. મહિલાની માનસિક બીમારીની દવા છેલ્લા કેટલાક સમયથી ચાલતી આવી હતી. ગઈકાલે સાંજના સુમારે પોતાની બિલ્ડીંગના ટેરેસ પર મોતની છલાંગ લગાવી મોત વહાલી કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Continue Reading

સુરત

સુરત-GST નંબર મેળવવાનું કૌભાંડ: ડુપ્લીકેટ લાઈટબિલ રજૂ કરાયા

Published

on

સુરત જીએસટી વિભાગ પાસે જીએસટી નંબર લેવા માટે અનેક અરજીઓ આવી છે. ત્યારે ખાતા દ્વારા અરજીઓની તપસ કરતાં અરજીઓ અનેક ભોપાળા સામે આવ્યા છે. સુરતમાં GSTના નંબરના પુરાવા માટે રજૂ કરાતા લાઇટ બિલ ડુપ્લીકેટ હોવાનું કૌભાંડ જીએસટી વિભાગે પકડી પાડયું છે. સુરતમાં જીએસટી નંબર માટેની જે 10 હજાર અરજી આવી છે તે તમામ સ્કેનિંગમાં આવી છે. સ્કેન્ડલ ઝડપનાર અધિકારીએ કહ્યું હતું હે, લાઇટ બિલ જોઇને ખ્યાલ જ ન આવે કે તે ડુપ્લીકેટ છે. પરંતુ ઓનલાઇન ચેક કરવામાં આવ્યુ ત્યારે સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું.

આ દરમિયાન, બીજી તરફ ઘરમાંથી ધંધો કરવા માટે અરજીઓ કરવામાં આવી છે તે તમામ અરજીઓ હાલ રદ કરવામાં આવી રહી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, પુરાવા રૂપે અ્નેક જાતના ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. જેમાં એક લાઇટ બિલ પણ હોય છે. એક કેસમાં જ્યારે લાઇટ બિલની તપાસ કરી ત્યારે સ્કેન્ડલ સામે આવ્યું હતું. કચેરીએ માલિક કોણ છે તેની તપાસ કરવામાં આવી તો માલિક અને જીએસટી નંબર માટે એપ્લિકેશન કરનારા જુદા નિકળ્યાં હતા. કેટલીક જગ્યાએતો ઓફિસનું એડ્રેસ હતું. પરંતુ ત્યાં ઓફિસ ન હતી. આવી રજિસ્ટ્રેશનની અરજીઓ હાલ રદ કરવામાં આવી છે.

Continue Reading
ગુજરાત2 months ago

આજે રિલિઝ થઇ ગુજરાતી મુવી દિવાસ્વપ્ન,રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 52 એવોર્ડ અને 35 નોમીનેશન મેળવ્યા

ગુજરાત2 months ago

વિદેશમાં પણ જોવા મળી વેલિયન્ટ ક્રિકેટરની ફેન ફોલોઈંગ, નેપાળના પોખરામાં વિપુલ નારીગરાના ચાહકોએ સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી કરી

સુરત2 months ago

સુરત- અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચારનારને સજા

ગુજરાત2 months ago

ભારત-તમિલનાડુના કન્નૂરના જંગલમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું

ગુજરાત2 months ago

ભારત-દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં થયો સુધારો

ગુજરાત2 months ago

ભારત- કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી

ગુજરાત2 months ago

ગુજરાત-LRD ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા સામે

ગુજરાત2 months ago

નેશનલ: દેશમાં Corona સંકટ યથાવત, નવા કોરોના 8 હજાર કેસ નોંધાયા

Trending