Connect with us

સુરત

સુરત : માંડવીના હરિયાલ ગામે મીલમાં ભીષણ આગ

Published

on

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં હરિયાલ ખાતે આવેલ જી.આઈ.ડી.સીમાં પુઠા બનાવતી ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. આ આગે જોત જોતામાં વિરાટ સ્વરૂપ ધારણ કરતાં દોડધામ મચી ગઈ હતી. આ આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ આવે ત્યાં સુધીમાં તો આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી જતાં તમામ સમાન બળીને ખાખ થઈ જતાં કરોડોનું નુકશાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ જીઆઈડીસીમાં આવેલ પૂઠા બનાવતી બી.ઓ.બી નામની કંપનીમાં સોમવારની રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગે જોત જોતામાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મીલમાં ૮૦ જેટલા કામદારો કામ કરે છે. જોકે આગની ઘટના બનતા તરત જ તમામ કામદારોને ફેક્ટરીની બહાર સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. કંપનીમાં કાગળ અને દોરાથી પૂઠા બનાવવામાં આવે છે. જોકે જે મશીનમાં પૂઠા બનાવવામાં આવે છે ત્યાં ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે આગને કારણે ઓઈલમાં બ્લાસ્ટ થતા આગ વધુ પ્રસરી હતી. જોકે કંપની માલિક દ્વારા ફાયર વિભાગ પર ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો. ફાયર વિભાગને જાણ કર્યાના દોઢ કલાક બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી જોકે ફાયર વિભગ ઘટના સ્થળે પહોચ્યું ત્યાં સુધી આગ સમગ્ર મિલમાં પ્રસરી ચુકી હતી આગને લઇ માલિકને ૧૦ કરોડથી વધુ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મોડે મોડે પણ સુરત, માંડવી, બારડોલી, સહિત ૬ જેટલી ફાયરની ટીમોએ આખી રાતની જેહમત બાદ વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

સુરત

રશિયન ફેડરેશનને કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમમાંથી દૂર કરવાની માંગ થતાં સુરતમાં રફ હીરાની અછત ઉભી થવાની ભીતિ

Published

on

Fear of rough diamond shortage in Surat as Russian Federation seeks removal from Kimberley Process Certification Scheme

વિશ્વના સૌથી મોટા હીરા કટીંગ અને પોલિશિંગ કેન્દ્ર સુરતમાં ડાયમન્ટેયર્સને રફ હીરાની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે. સિવિલ સોસાયટી ગઠબંધન દ્વારા રશિયન ફેડરેશનને કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમમાં સહભાગી તરીકે દૂર કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. ( KPCS)સુરત અને મુંબઈ હીરા ઉદ્યોગમાં તમામની નજર 20 જૂનથી બોત્સ્વાનામાં શરૂ થનારી આગામી ચાર-દિવસીય કેપી ઇન્ટરનેશનલ મીટિંગ પર છે. સિવિલ સોસાયટી ગઠબંધન વ્યાપક અથવા પ્રણાલીગત હિંસા સાથે સંકળાયેલા હીરાને રશિયન આક્રમકતા સાથે જોડવા માટે નવી પરિભાષાનો વિસ્તાર કરવાની માંગ કરી રહ્યું છે.

Fear of rough diamond shortage in Surat as Russian Federation seeks removal from Kimberley Process Certification Scheme

જો રશિયન ફેડરેશનને KP સ્કીમમાંથી હાંકી કાઢવામાં આવશે તો રશિયન સ્ટેટ માઇનિંગ કંપની અલરોઝા દ્વારા વેચવામાં આવતા રફ હીરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ભારત અલરોઝામાંથી હીરાનો સૌથી મોટો ગ્રાહક છે. દર વર્ષે 1 બિલિયનથી વધુ મૂલ્યના હીરાની નિકાસ રશિયાથી સીધા મુંબઈ અને સુરતમાં થાય છે. જ્યારે લગભગ 3.5 બિલિયન દુબઈ અને એન્ટવર્પ મારફતે આવે છે. ડી બીયર્સ પછી અલરોસા વિશ્વની બીજી સૌથી મોટી હીરા ખાણકામ કરતી કંપની છે. કેપીમાંથી રશિયાના સસ્પેન્શનનો અર્થ એ થશે કે, ભારત અલરોઝામાંથી હીરાની આયાત કરી શકશે નહીં, જેના કારણે સુરતમાં અને ગુજરાતના અન્ય નાના કેન્દ્રોમાં સેંકડો નાની અને મધ્યમ હીરાની કંપનીઓને મુશ્કેલી થશે.

Continue Reading

સુરત

સુરતમાં ઝઘડો નહીં કરી ઘરે જવાનું કહેતા બે યુવકે પોલીસ કોન્સ્ટેબલની પીઠમાં ચપ્પુ ઘૂસાડી દીધું

Published

on

In Surat, two youths shoved a paddle in the back of a police constable, telling him to go home without quarreling.

લિંબાયત નીલગીરી સર્કલ પાસે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલ પર 2 હુમલાખોરે ચપ્પુથી હુમલો કર્યો હતો. લિંબાયત પોલીસે બન્ને હુમલાખોરોની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસકર્મીએ ઝઘડો નહીં કરી ઘરે જવાનું કહેતા બે યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને પીઠમાં એક ચપ્પુનો ઘા મારી દીધો હતો. આ ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ જીપમાં ત્યાં આવી જતા પોલીસકર્મીનો જીવ બચી ગયો હતો.

In Surat, two youths shoved a paddle in the back of a police constable, telling him to go home without quarreling.

લિંબાયત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 36 વર્ષીય ભાવિન પરષોત્તમ સોલંકી 11 જૂને મધરાત્રે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ખાનગી બાઇક પર નીકળ્યો હતો. દરમિયાન લિંબાયત નીલગીરી સર્કલ પાસે ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી અંદરો અંદર ઉંચા અવાજે બોલી ઝઘડો કરી રહ્યા હતા. જેથી પોલીસ કોન્સ્ટેબલ ત્યાં પહોંચ્યા હતા અને ઝઘડો નહીં કરવા અને તેઓને ઘરે ચાલી જવા માટે કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ગણેશ ઉર્ફે છોટુએ પોતાની પાસે રહેલા છરા વડે કોન્સ્ટેબલના પીઠના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

Continue Reading

સુરત

4 ઝોનની 17 સ્કૂલોમાં વેક્સિનેશન, પ્રથમ દિવસે 12થી 17 વર્ષના 792 વિદ્યાર્થીઓને રસી અપાઇ

Published

on

Vaccination in 17 schools of 4 zones, 792 students between the ages of 12 and 17 were vaccinated on the first day

કોરોનાના કેસો ફરી નોંધાવા માંડ્યા છે. અગાઉ પાલિકાના રસીકરણ અભિયાનમાં 12થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં 98 હજાર રસી લઈ શક્યા ન હતા. આ અંગે દિવ્ય ભાસ્કરના 12 જૂનના અહેવાલ બાદ પાલિકાએ ફરી અભિયાન હાથ ધર્યું છે. મંગળવારે 4 ઝોનની 16 સ્કૂલોમાં રસી આપવામાં આવી હતી. જોકે માત્ર 792 વિદ્યાર્થીઓએ જ રસી લીધી હતી. બાકી વિદ્યાર્થીઓને રસી અપાવવા પાલિકાએ અપીલ કરી છે તેથી વધુ ને વધુ બાળકોને રક્ષણ મળી શકે. આ અભિયાન પખવાડિયા સુધી ચાલશે.

Vaccination in 17 schools of 4 zones, 792 students between the ages of 12 and 17 were vaccinated on the first day

સુમન શાળા અને નગર પ્રાથમિક શાળા બે-બે સહિત ખાનગી સ્કૂલો મળી કુલ ૧૭ સ્કૂલોમાં વૅક્સિનેશન હાથ ધરાયું હતું કુલ ૮૩૦ ના ટાર્ગેટ સામે ૭૯૨ વિદ્યાર્થીઓએ રસીનો લાભ લીધો હતો. સવારે ૧૦ વાગ્યાથી લઈ ને ૪ વાગ્યા સુધી આ તમામ સ્કૂલો ખાતે રસીકરણ હાથ ધરાયું હતું. ​​​​​​​આરોગ્ય વિભાગે 12થી 15 દિવસ સુુધી રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. બુધવારે 42થી 45 સ્કૂલોમાં રસીકરણ કરાશે, આ સ્કૂલોમાં 2500 જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી શકે તેવો ટાર્ગેટ નક્કી કરાયો છે. ​​​​​​​

Continue Reading
Uncategorized7 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized7 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized7 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized7 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized7 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized7 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized8 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized8 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending