સુરત : કોર્ટ શરૂ થતાં વકીલો અને પક્ષકારોમાં હાશકારો, માર્ચના અંતમાં સંક્રમણ વધતા ફરી બંધ કરાઇ હતી

admin
2 Min Read

સર્વોચ્ચ અદાલત તથા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ કાળમાં કોર્ટોમાં બંધ રાખવામાં આવેલી ફીઝીકલ કેસ કાર્યવાહી ફરી પુર્વવત્ થવા પામી છે. છેલ્લાં દોઢ – બે વર્ષોથી કોર્ટોમાં પક્ષકારો – વકીલોની પાંખી હાજરી વચ્ચે ફીઝીકલ ફંકશનીંગ ફરી શરૂ થવાથી વકીલ આલમમાં રાહતની લાગણી જોવા મળી હતી . ગયા માર્ચ માસમાં કોરાનાકાળના પ્રથમ તબક્કાથી જ કોર્ટોમાં ફીઝીકલ કેસ કાર્યવાહી બંધ કરીને ફક્ત અરજન્ટ મેટર્સ વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાથ ધરવાનું શરુ કરવામાં આવ્યું હતું .જો કે ફીઝીકલ કાર્યવાહી બંધ થતા એક વર્ષથી જુનિયર વકીલોની રોજીંદા ખર્ચની સામે આવક સદંતર બંધ થવાથી તેમની આર્થિક હાલત કફોડી બનવા પામી હતી . સિનિયર વકીલોને પણ આવક અને બચતની રકમ સામે ઓફીસ – ઘરખર્ચ તથા વિવિધ લોકોના હપ્તાની ચુકવણીનું પ્રમાણ વધતા તેમનું બજેટ ખોરવાઈ ગયું હતુ .

અનલોકની પ્રક્રિયા બાદ ગયા માર્ચ માસમાં એક વર્ષ બાદ કોર્ટોમાં કાર્યવાહી પૂર્વવત થઇ પણ કોવિડ નિયમોના યોગ્ય પાલનના અભાવે વકીલો , કોર્ટ કર્મચારીઓ તથા જ્યુડીશ્યરી સ્ટાફમાં પણ કોરોના સંક્રમણના કેસો વધ્યા હતા . જેથી માર્ચના અંતમાં ફરી કોર્ટોમાં ફીઝીકલ ફંકશનીંગ બંધ કરીને વર્ચ્યુઅલ મોડ પર કાર્યવાહી પુર્વવત્ કરવામાં આવી હતી . અલબત્ત કોરાના કાળના બીજા તબક્કામાં બીજીવાર કોર્ટોમાં પુર્વવત શરૂ થતાં વકીલ – પક્ષકારોમાં હાશકારા સાથે રાહતની લાગણી ફરી વળી હતી.ખાસ કરીને ફેમીલી કોર્ટમાં લગ્ન વિષયક તકરારોમાં ભરણપોષણની રીકવરીના કેસો , અકસ્માત વળતર ધારા હેઠળ ક્લેઈમ કેસોના પક્ષકારોમાં વળતર વસુલાત માટેની કાર્યવાહી ઝડપી બને તેવો આશાવાદ ઉઠવા પામ્યો છે સાથે કોવિડ ગાઇડલાઇનનુ પાલન કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા આવશ્યક છે

Share This Article