સુરતમાં વેક્સિનના ડોઝ ઓછા આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 114 સેન્ટર પર કોરોનાની વેક્સિન મળી રહી છે. જોકે, તમામ સેન્ટર બહાર લાઈનો લાગી હોયા તેવા દૃશ્યો સામે આવ્યા છે. જ્યારે સુરત ટેક્સટાઈલ માર્કેટના કામદારોની હાલત સૌથી વધુ કફોડી છે. કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા લાઈનમાં લાગ્યા છે. જોકે, કલાકો ઉભા રહેવા છતાં પણ રસી મળે તેવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી ન હોવાનું કામદારો જણાવી રહ્યા છે. દુકાનદાર ગુલાબ અગ્રવાલે જણાવ્યું હતું કે, કારીગર સવારે 4 વાગ્યાથી લાઈનમાં લાગ્યો છે. છતાં તેને 58મો નંબર છે.

ટેક્સટાઇલ માર્કેટમાં રસી લેવા માટે લાંબી લાઈન લાગી છે. વહેલી સવારથી ટિફિન લઈને કારીગરો લાઇનમાં ઉભા છે. હાલ શહેરમાં રસીકરણ માટે સૌથી હાલત ખરાબ ટેક્સટાઇલ માર્કેટની હોય તેવું લાગી રહ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાખો કારીગરો રસી મલી નથી. આજે કામદારો રસી માટે રોજગાર-ધંધો બંધ કરી રસી લેવા આવી રહ્યા છે. સુરતના પુણા, સલાબતપુરા સહિતના વિસ્તારમાં આવેલા સેન્ટરો પર લોકોની લાઈનો લાગી છે. પાલિકા દ્વારા મોટાઉપાડે ચાલુ કરેલા 230 સેન્ટરો બાદ હાલ 114 સેનટ્રો જ ચાલી રહ્યા છે. વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
