સુરત : પત્નીની બહેન પાસે એમડી ડ્રગ્સ મંગાવનાર ઝડપાયો

admin
1 Min Read

સુરત રેલવે સ્ટેશનથી એસઓજીએ આરોપી યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના કાદરમીંયા શેખને 198 ગ્રામ એમડી ડ્રગ સાથે ઝડપી પાડી હતી. ડ્રગની કિંમત 19.80 લાખ રૂપિયા થાય છે. તેણીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યાસ્મીનબાનુએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ લેવા માટે મુંબઈ તેના બનેવી મો.સાજીદ સલીમ કુરેશીએ મોકલી હતી. તેથી પોલીસે મો.સાજીદની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબજ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ડ્રગ્સના રવાડે શહેરનું યુવા ધન બરબાદ થઇ રહીયુ છે ત્યારે આ નશાનો કારોબાર કરતા ઈસમોને પકડી પાડવા માટે ખાસ ટિમો પોલીસ કમિશનર દ્વારા કામે લગાવામાં આવી છે ટાયરે પોલીસને હકીકત મળી હતી કે સગરામપુરા તલાવડી અઠવા રહેતી મહિલા યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના કાદરમીયા શેખ મુંબઈ ખાતેથી પ્રતિબંધિત એફેડ્રોન ડ્રગ્સ જથ્થો લઈએં સુરત ખાતે આવાની છે. જોકે આ બાતમીના આધારે પોલીસે વોચ રાખીને આ મહિલાને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 1997.94 ગ્રામ કિં.રૂ .19,09,800 રૂપિયા સાથે ઝડપી પાડી હતી. જોકે આ મહિલાને આ ડ્રગ્સનો જથ્થો તેના બનેવીએ લાવવા માટે મોકલી હતી. જેથી પોલીસે તેના બનેવી જે મૌ.સાજીદ સલીમ કુરેશી પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી કામે લાગી હતી. ત્યારે પોલીસે આ ઈસમને 24 કલાકમાં ઝડપી લેવામાં સફળતા મળી હતી.

Share This Article