સુરત : નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા અભિયાનનો કાર્યક્રમ

admin
1 Min Read

સુરતમાં નેશનલ એન્ટી ક્રાઈમ એન્ડ હુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા અભિયાન સાવચેત રહો સુરક્ષી રહોના સુલોગ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જગતજનની મા જગદંબાનો નવલી નવરાત્રીનો પર્વ દેશભરમાં ધાર્મિક માહોલમાં ઉજવાય રહ્યો છે.વરસાદે વિરામ લેતા શહેરના અલગ અલગ પાર્ટી પ્લોટ તેમજ શેરી ગરબાઓમાં ખૈલેયાઓની ભારે ભીડ જોવા મળી છે. તો બીજી તરફ મહિલાની સુરક્ષા ને લઈ નેશનલ એન્ટી ક્રાઈમ એન્ડ હુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા અભિયાન સાવચેત રહો સુરક્ષી રહોના સુલોગ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

નેશનલ એન્ટી ક્રાઈમ એન્ડ હુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ પાર્ટી પ્લોટ પર જઈ મહિલાઓ ને સુરક્ષા અને સેલ્ફડિફેન્સ માટે પેમ્પ્લેટ વેહચ્યાં હતા. આ પેમ્પ્લેટ ઉપર મહિલાઓ ને સાવચેતી માટે કેટલીક માહિતી આપી હતી.

 

Share This Article