સુરત : સુરત ફાયર વિભાગે કરી લાલ આંખ

admin
1 Min Read

સુરત શહેરની નાની-મોટી મળી અધધ 604 હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીની સુવિધા જ ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. આ તમામ હોસ્પિટલોની એક યાદી બનાવી ફાયર વિભાગ દ્વારા વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાઈ છે. જ્યાં સુધી આ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા લગાડીને એન.ઓ.સી રજૂ કરવામાં ન આવશે ત્યાં સુધી યાદીમાંથી જે તે હોસ્પિટલનું નામ કમી કરાશે નહીં.

 

 

 

 

સુરત શહેરમાં 5થી વધુ બેડ ધરાવતી 461 અને 5થી ઓછા બેડ ધરાવતી 143 હોસ્પિટલો પાસે ફાયર સેફ્ટીનું એન.ઓ.સી.જ નથી. ફાયર વિભાગ દ્વારા 1થી વધુ વાર નોટીસ ફટકારવા છતાં આ હોસ્પિટલોએ બેદરકારી દાખવી છે. જેના કારણે હોસ્પિટલોમાં ભીષણ આગ જેવી ઘટના બને તો દર્દીઓ સહિતના જીવ જોખમમાં મુકાઇ શકે એમ છે. જેથી પાલિકાએ હવે આ બેદરકાર હોસ્પિટલો સામે કડકાઇ દાખવી છે.

Share This Article