સુરત શહેરમાં ST વિભાગના કર્મચારીની દાદાગીરી સામે આવી છે.ST વિભાગના કર્મચારીએ ભૂલ છુપાવવા માટે અભદ્ગ વર્તન કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક્સપ્રેસ બસનો પાસ કઢાવવા આવેલ શખ્સનો પાસ એક્સપ્રેસની જગ્યાએ લોકલ પાસ નીકળી જતા શખ્સ સાથે દાદાગીરી કરી ગાળો પણ બોલ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે સુરત ST વિભાગ દ્વારા એક નવી ટેકનીક અપનાવવામાં આવી છે. ડ્રાઇવરની સીટ પર બેસતા પહેલા ડ્રાઇવરનો બ્રેથ એનલાઇઝર ટેસ્ટ કરાશે. ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહિ તેની ચકાસણી થશે. જો બ્રેથ એનલાઇઝર રિપોર્ટ નેગેટીવ આવશે તો જ ડ્રાઇવર બસ હંકારી શકશે , રિપોર્ટ પોઝિટીવ આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનુ છે કે એસટી બસ ચાલકો દારૂપીને ડ્રાઇવ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી તેમજ દારૂપીને બસ હંકારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનુ પણ આવ્યુ હતુ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -